લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય.
આજે આપણે વડોદરાના ગાયકવાડ રાજવંશના મહેલ વિશે વાત કરવાના છીએ.કે જેને જોઈને આંખો પહોળી થઈ જાય છે. આ મહેલનું નામ છે "લક્ષ્મી વિલાસ પેલૅસ" જેની ભવ્યતા વડોદરાના ગાયકવાડ વંશની યાદ અપાવે છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે.
1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આવ્યું છે. સો વર્ષ પહેલા આ મહેલમાં વીજળીની સુવિધા હતી. આ મહેલની બાલ્કનીમાં મોંઘા ગણાતા સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણી જગ્યાએ કોતરણીમાં એસઆરજી લખેલું જોવા મળે છે, જે સયાજીરાવ ગાયકવાડનું ટૂંકું નામ છે. લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરતાં 18 મહિના જેટલો સમય લાગ્યો હતો. પેલેસનો દરબાર હોલ સંગીતના જલસા માટે પ્રખ્યાત છે તથા હોલમાં વેટિકન મોઝેક લગાવવામાં આવ્યાં છે. આ મહેલમાં ચિત્રકાર રવિ વર્માના 12 ચિત્રો લગાવવામાં આવ્યા છે. સાર્સેનિક શૈલીનું આ સ્થાપત્ય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે તૈયાર કરાવડાવ્યું હતું, પરંતુ ઇમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું.
બકિંગહામ પેલેસ કરતાં પણ ચારગણા કદનો લક્ષ્મી વિલાસ પેલેસ તે સમયે સૌથી અદ્યતન ઇમારત ગણાતો હતો, જેના ઇન્ટિરિયરમાં એલિવેટર્સ અને યુરોપિયન કન્ટ્રી હાઉસનાં એલિમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.પેલેસના મુખ્ય હોલ દરબાર હોલમાં વેનેશિયન મોઝાઇક ફ્લોર, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને વોલ્સ પર બારીક મોઝાઇક ઇન્ટિરિયર છે. ફેલિસીના ટેરાકોટા, માર્બલ અને બ્રોન્ઝ સ્ટેચ્યુઝ આ પેલેસની શાન છે. ક્યુ ગાર્ડન્સના સ્પેશિયાલિસ્ટ વિલીયમ ગોલ્ડરિંગે તેના આસપાસના ગ્રાઉન્ડઝ ડિઝાઇન તૈયાર કર્યા હતા. પેલેસનું કમ્પાઉન્ડ અંદાજે ૭૦૦ એકરનું છે. મોતીબાગ પેલેસ અને મહારાજ ફતેહસિંઘ મ્યુઝિયમ પણ પેલેસ પરિસરમાં છે.
લક્ષ્મીવિલાસ પૅલેસ વિસ્તારમાં મહારાજ દ્વારા સ્થાપિત મોતીબાગ મહેલ છે. ક્લબ હોઉસ છે જ્યાં વિવિધ દેશો ના મેહમાનો નું મનોરંજન કરવામાં આવતું હતું. ભવ્ય સ્વિમિંગ પૂલ, વ્યાયામ શાળા, અને બરોડા ગોલ્ફ ક્લબ પણ છે. સાથેજ છે મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિયેશનની કચેરીઓ, ટીક માળ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, માટીની ટેનિસ કોર્ટ અને સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી.
લક્ષ્મી વિલાસ પૅલેસ ની સુંદરતા ની વાત કરીયે તો, સુંદર બાગ-બગીચા, ફૂવ્વારા અને હરિયાળી થી સુસજ્જ એવું મહેલ નું પરિસર છે. ભારતીયે, મુસ્લિમ, મુઘલ, ગુજરાતી અને મારવાર પધ્ધતિ ની ડિઝાઇન માં બનેલું છે આ ભવ્ય રાજમહેલ. અંદાજે 700 એકર માં ફેલાયેલું પરિસર, નક્કાશીકામ થી સજાવેલ બારી અને દરવાજા, ઓરનેટ ડિઝાઇન ના આધારસ્થંભ, વિવિધ દેશો થી મંગાવામાં આવેલી સુંદર મૂર્તિઓ અને કલાકૃતિઓ, ધાતુ માં બનાવેલ ભવ્ય ફૂલદાનીઓ, અને ઇટાલિયન માર્બલ ના અદ્ભૂત શિલ્પ. મહેલ નો સૌથી આકર્ષક ભાગ એટલે દરબાર હોલ, અતિ-ભવ્ય સુંદર અને આપણા મહારાજા ની અનગિનત રાજકીય સભાઓનો સાક્ષી.
વાચક મિત્રો,
આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો like કરો અને તમારા મિત્રોને શેર કરો. જો તમને મારા બ્લોગ કેવા લાગે છે તેના વિશે coment કરી અમને જણાવો અને તમને મારા બ્લોગ વાંચવા પસંદ આવતા હોય તો follow કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો