પોસ્ટ્સ

મે 15, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા...
છબી
ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટશન મ્યુઝિયમ. કોઈ પણ દેશની સાંસ્કૃતિક વારસો સાચવવાનું કામ સંગ્રહાલયો કરે છે. સંગ્રહાલય એ દેશની ભવ્યતાને જાળવી રાખવાનું કામ કરે છે. માનવી શરૂઆતથી જ તેનો સાંસ્કૃતિક વારસો સાચવતો આવ્યો છે. આ સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીને પોતાના અમુલ્ય વારસાના દર્શન કરાવે છે. આવાં અમુલ્ય વારસાની જાળવણી વર્ષોથી આપણા અનેક સંગ્રહાલયોમાં થઈ રહી છે. એવાં જ સંગ્રહાલયોમાં ગુજરાતના રાજકોટમાં આવેલા "વોટશન મ્યુઝિયમ" ભવ્ય વારસાનો ઈતિહાસ સંગ્રહીને બેઠું છે. આવાં સંગ્રહાલયોનો પ્રારંભ છઠ્ઠી સદીમાં થયો હતો. વોટશન મ્યુઝિયમ પણ જુંનામાં જુંનું સંગ્રહાલય છે. વોટસન મ્યુઝિયમની સ્થાપના સન ૧૮૮૮માં રાજકોટમાં થઈ હતી. તેની સ્થાપના કર્નલ જ્હોન વોટશને કરી હતી. એક સમયમાં રાજકરણ ક્ષેત્રેથી સારી કામગીરી કરી  ચૂકેલ કર્નલ વોટશન નિવૃત થતાં જ પોતે કરેલા વિવિધ ક્ષેત્રોમાં કાર્યની કાયમી યાદ જાળવી રાખવા માટે લોકફાળો એકત્રિત કરવા લાગ્યા.. એમાં એમને અનેક પ્રસ્તાવો આવ્યા. એમાંનો એક પ્રસ્તાવ  સંગ્રહાલયનો પણ આવ્યો. ઈતિહાસ અને કલામાં રસ ધરાવતાં કર્નલ વોટશનને આ પ્રસ્તાવ પસંદ આવ્યો. તરત જ...