પોસ્ટ્સ

મે 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા...

વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાવો.

છબી
વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો  "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાઓ. માંડવીનો દરિયાકિનારો આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે. પરંતુ ઘણા સ્થળો ઓછા જાણીતા છે જેને લીધે ત્યાં ઓછા લોકો ફરવા જાય છે. આજે આપણે એવા શહેરની વાત કરવાની છે જેનું ઐતિહાસિક દ્ર્રષ્ટીએ ઘણું મહત્ત્વનું છે. એ ભારતનું ખુબ જ પુરાણું બંદર છે. માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી બીચ માંડવી  જિલ્લા મુખ્યમથક ભુજથી લગભગ ૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. માંડવી એના વહાણવટા માટે પણ પ્રખ્યાત છે. માંડવીમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. ઐતિહાસિક મહેલ, ખુબ જ રમણિય બીચ, મંદિરો, ક્રાંતિતિર્થ વગેરે સ્થળો આવેલા છે. માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ...