ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.
ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે.નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે. સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે.
• નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે.
• મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે.
• નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે.
• સરદાર સરોવર યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે.
• આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે.
• નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
• નર્મદા નદીની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.
• નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
• નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮0 કિ.મી. અને વડોદરાથી ૬0 કિમી દૂર છે. તે સુંદર સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવલ છે અને સૌથી સુંદર યાત્રાધામ પૈકીનું એક છે.
• હરસિદ્ધિ માતા મંદિર ગુજરાત રાજપીપળામાં સ્થિત છે, જે શહેરમાં ખૂબ જ મોટું અને પ્રસિદ્ધ મંદિર છે.
• “સરદાર સરોવર પ્રોજેક્ટ” યોજનાનો પાયો પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા ૫ એપ્રિલ, ૧૯૬૧ ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમના ૬૭ મા જન્મદિવસના પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું.
• 31 ઓક્ટોબરે ભારતના પ્રથમ ગૃહમંત્રીની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે, ભારતના આયર્ન મૅન, સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સૌથી મોટી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ છે. આ સ્મારક સપાટીથી 182 મીટર અને નર્મદા નદીથી 240 મીટર ઉપર છે.
• રાજવંત પેલેસ રિસોર્ટ ગુજરાતના શ્રેષ્ઠ હોટેલોમાંનું એક છે. તે મહારાજા વિજય સિંઘ દ્વારા વર્ષ 1915 માં બાંધવામાં આવેલા વિજયરાજ પેલેસ સંકુલનો એક ભાગ છે.
• દેવ મોગરા (દેવમોગરા અથવા યાહ દેવમોજી) પણ હિન્દુ પૌરાણિક કથાઓમાં એક આકૃતિ છે, જે સાતપુડા પર્વત લોકો માટે દેવી છે. આ દેવીનું મંદિર ગુજરાત રાજ્યના રાજપીપળા શહેર નજીક એક પર્વત પર છે.
• દક્ષિણનું કાશી ગણાતું ચાંદોદ નર્મદા કિનારે આવેલું છે. જ્યાં નર્મદા નદીનો સરસ્વતિ નદી સાથે મેળાપ થાય છે. ત્રિવેણી સંગમના આ સ્થળે અંતિમ સંસ્કારની વિધી પૂર્ણ કરવાથી મોક્ષ મળે એવી માન્યતા છે.
• નર્મદા નદીને કિનારે કબીરવડ જેવા બેટ અને શુક્લતીર્થ જેવા ધાર્મિક સ્થળો પણ વિકસેલા છે.
• ભેડાઘાટ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલ એક રમણીય પર્યટન સ્થળ છે. નર્મદા નદી પર આવેલ ધુંઆધાર ધોધ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
નર્મદા નદી પર્યટનની દ્રષ્ટીએ ખુબ જ મહત્ત્વની નદી છે. સાથોસાથ ધાર્મિક અને લોકઉપયોગી નદી છે. લોકજીવનમાં એનું ઘણું મહત્ત્વ છે. આજે પણ લોકો તેની પુજા કરે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો