પોસ્ટ્સ

મે 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા...

લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય.

છબી
લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય. આજે આપણે વડોદરાના ગાયકવાડ રાજવંશના મહેલ વિશે વાત કરવાના છીએ.કે જેને જોઈને આંખો પહોળી  થઈ જાય છે. આ મહેલનું નામ છે "લક્ષ્મી વિલાસ પેલૅસ" જેની ભવ્યતા વડોદરાના ગાયકવાડ વંશની યાદ અપાવે છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી. મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આ...