ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે. સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા