પોસ્ટ્સ

મે 13, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા

૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો.

છબી
૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આજે આપણે ઐતિહાસિક વિરાસત "રાણકી વાવ"ની વાત કરીશું.અદ્દભૂત કલાત્મક વારસો ધરાવતી રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. ઐતિહાસિક દ્રષ્ટીએ ખૂબજ સુંદર છે. આએક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશનાં હજારો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. રાણકી વાવની સ્થાપના રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં બંધાવી હતી. ભીમદેવ સોલંકી મૂળરાજ સોલંકીનો પુત્ર હતો અને રાણી ઉદયમતિ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા'ખેંગારની પુત્રી હતી. વાવ ઈ.સ.1063 માં બાંધવામાં આવી હતી. સરસ્વતિ નદીને કાંઠે બાંધવામાં આવી હતી. રાણકીવાવ સદીઓ પહેલા સરસ્વતિ નદીમાં આવેલા પૂર અને બીજી ઘટનાઓથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. તેથી જમીનમાં દટાયેલી આ વાવ ઉપર કોઈની નજર ના પડી. પરંતુ ૨૦મી સદી સુધી લોકોની નજરોથી દુર રહેલી આ વાવ પર ભારતીય પુરાતત્ત્વ વિભાગની નજર પડી. ભ