વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાઓ.
|
માંડવીનો દરિયાકિનારો |
આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે. પરંતુ ઘણા સ્થળો ઓછા જાણીતા છે જેને લીધે ત્યાં ઓછા લોકો ફરવા જાય છે. આજે આપણે એવા શહેરની વાત કરવાની છે જેનું ઐતિહાસિક દ્ર્રષ્ટીએ ઘણું મહત્ત્વનું છે. એ ભારતનું ખુબ જ પુરાણું બંદર છે. માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે.
|
માંડવી બીચ |
માંડવી જિલ્લા મુખ્યમથક ભુજથી લગભગ ૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. માંડવી એના વહાણવટા માટે પણ પ્રખ્યાત છે. માંડવીમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. ઐતિહાસિક મહેલ, ખુબ જ રમણિય બીચ, મંદિરો, ક્રાંતિતિર્થ વગેરે સ્થળો આવેલા છે. માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. ૧૫૮૦માં કરી હતી. માંડવીથી મુંબઈ, અરબસ્તાન અને આફ્રિકા આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની - આગબોટની સગવડ હતી.
જોવાલાયક સ્થળો
માંડવી બીચ -
|
માંડવી બીચ |
માંડવી બીચ અથવા દરિયા કિનારો કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. કચ્છ જિલ્લામાં માંડવીમાં બીચ જે ગુજરાતનો અને સંભવત દેશનો એક માત્ર પ્રાઈવેટ બીચ છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. નજીકના આકર્ષણોમાં વિજય વિલાસ મહેલનો સમાવેશ થાય છે. માંડવી શહેરનો આ દરિયા કિનારો ખરેખર અદ્ભુત છે. અહી દુર સુધી સમુદ્રનું સ્ફટિકમય પાણી જોવા મળે છે. વિદેશોના બીચ જોવો જ એકદમ સ્વચ્છ અને સુંદર છે. અહીં તમને ઊંટ અને ઘોડેસવારી બન્નેનો લાભ મળી શકે છે. સાથે જ તમને ભૂખ લાગી હોય તો બાજુમાં જ વિવધ સ્ટાર ધરાવતી હોટેલ તેમજ રેસ્ટોરાં છે અને જો તમારે ઠેલા પર ઉભા રહીને કે બીચ પર બેસીને આ સ્થળને માણવું હોય તો તે પણ તમે કરી શકો છો.
વિજય વિલાસ પેલેસ -
|
વિજય વિલાસ પેલેસ |
વિજય વિલાસ પેલેસ માંડવીમાં આવેલો એક રજવાડી મહેલ છે. ઈ.સ.૧૯૨૦માં જયપુરના કારીગરો દ્રારા આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતાના માટે જુદો મહેલ બંધાવ્યો. તે આ વિજય વિલાસ. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલ લાલ રેતાળ પથ્થરોથી બનેલો છે. એક મુખ્ય ગુંબજ ધરાવતા આ મહેલમાં તદ્દઉપરાંત ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે. રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્દભૂત છે. મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્યતા આપણા સામે પ્રગટે છે. ભોંયતળીયે આઠ ખંડ છે. પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે. આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્પોથી શોભતા હતા.
ક્રાંતિ તિર્થ -
|
ક્રાંતિ તિર્થ |
ક્રાંતિ તિર્થ કે જયાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્યામજી કૃષ્ણનો જન્મ માંડવીમાં ૧૮૫૭માં થયો હતો. તેઓ લંડનમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે લડત ચલાવી હતી. ૧૯૦૫માં ‘ઈન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી ને તેઓ પ્રમુખ બન્યા. તેમણે ‘ઈન્ડિયન સોશયોલોજિસ્ટ’ નામે અખબાર શરૂ કર્યું. તેને ભારતના સરદારસિંહ રાણા અને અન્ય ક્રાંતિકારી સાથે મળીને આઝાદી માટે કામ કર્યુ હતું. તેઓના મૃત્યુ ૩૧ માર્ચ, ૧૯૩૧ બાદ અંતિમ ક્રિયા વિદેશમાં જ થઈ હતી. તેમના અસ્થિનું માતૃભૂમિમાં વિસર્જિત થાય તો એમને મુક્તિ મળશે એ સ્વપન હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગસ્ટ – ૨૦૦૩માં સ્વયં સ્વિત્ઝર્લેન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્ને સાકાર કર્યું. ૪ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ મુખ્યમંત્રીશ્રીએ ‘સ્મૃતિ તીર્થ’ નો પાયો નાખી, ૧૩ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી, શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન અને સમય પુનઃ જીવિત કર્યુ.
|
માંડવીનો પુલ |
|
બૌતેર જિનાલય |
|
પવનચક્કી |
આ ઉપરાંત અહિંયા પવનચક્કીઓનું વિન્ડફાર્મ આવેલું છે. માંડવી પોર્ટ, માંડવીનો કિલ્લો, વહાણવટા ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ જેવા અનેક સ્થળો જોવાલાયક છે. તોપનસર તળાવ, માંડવી કસ્ટમ હાઉસ, માંડવીથી થોડે દુર અંબેધામ આવેલું છે. માંડવીથી આશરે ૮-૧૦ કિલોમીટર પહેલાં કોડાય પુલ પર જૈનોનું તીર્થધામ બૌતેર જીનાલય આવેલું છે. તેમજ અહીના દરિયાકિનારાની લંબાઈ, બહુ ઊંચા નહિ તેવા દરિયાઈ મોજા, રેતીલી જમીન વિગેરે જેવા અનુકુળ કુદરતી સંજોગો આ દરિયાકિનારાને ખાસ બનાવે છે. હવે તો આ દરિયાકિનારે પર્યટકોને રીલેક્સ થવા આરામ ખુરશી, દરિયાઈ રેતી પર સફર માણવા ઊંટ કે ઘોડાની સફારી, ATV કે સ્પીડબોટની સવારી જેવા અનેક વિકલ્પો મળે છે.
વાંચક મિત્રો,
જો તમને પોસ્ટ પસંદ આવે તો like કરો અને પોસ્ટને share કરો. તમને અમારી પોસ્ટ વાંચવા ગમતી હોય તો follow કરો.
આ પણ જુંવો -
- ૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો.
- શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?
- લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો