પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા...

શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?

શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?

how to reach gir national park.

ગીર અભયારણ્ય ભારતનાં સૌથી જુના અભયારણ્ય માનું એક છે. આમ તો તમે ઘણા અભયારણ્ય જોયા હશે. પરંતુ ગીર અભયારણ્યની ખાસિયત એ છે કે ત્યાં એશિયાઈ સિંહ જોવા મળે છે. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગુજરાત રાજવારા એશિયાઇ સિંહ, પેન્થેરા લિયો પર્સીકાના છેલ્લું બાકીનું નિવાસસ્થાન છે. 


how to reach gir national park.


ગીર અભયારણ્યની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે.

how to reach gir national park.

આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

how to reach gir national park.

http://ashvinrathods.blogspot.com/2020/05/Lakshmi-vilash-palash-tourism-knowledge.html

એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨ નો વધારો સુચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષની કરતા ૧૧૨નો વધારો સુચવે છે. દર પાંચ વર્સે સિંહની ગણતરી થાય છે.

how to reach gir national park.


ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે.


how to reach gir national park.


ઉદ્યાન અને અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

how to reach gir national park.

ગીર વિસ્તારમાં હીરણ, શેત્રુંજી, ધાતરવડી, સાંગાવાડી કે શિંગોડા, મછુન્દ્રી, રૂપેણ અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. ઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાનાં મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી, અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે (મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વનવિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે.

how to reach gir national park.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકતીઓ માટે સિંહ સદન નામના એક અત્યાધુનિક સગવડતાવાળા ઊતારાની વ્યવસ્થા છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓને સઘળી માહિતી અને પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી એક માહિતિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહ સદનથી જીપ સફારી અને ગાઇડ ભાડે મેળવી જંગલમાં વન્યસૃષ્ટીના દર્શન માટે જઇ શકાય છે.

જો તમને અમારી કોલમ પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરો.અમારી કોલમ કેવી લાગે છે તેના વિશે ટિપ્પણી જરુર કરો.

ટિપ્પણીઓ