ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટશન મ્યુઝિયમ.
કોઈ પણ દેશની સાંસ્કૃતિક વારસો સાચવવાનું કામ સંગ્રહાલયો કરે છે. સંગ્રહાલય એ દેશની ભવ્યતાને જાળવી રાખવાનું કામ કરે છે. માનવી શરૂઆતથી જ તેનો સાંસ્કૃતિક વારસો સાચવતો આવ્યો છે. આ સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીને પોતાના અમુલ્ય વારસાના દર્શન કરાવે છે. આવાં અમુલ્ય વારસાની જાળવણી વર્ષોથી આપણા અનેક સંગ્રહાલયોમાં થઈ રહી છે. એવાં જ સંગ્રહાલયોમાં ગુજરાતના રાજકોટમાં આવેલા "વોટશન મ્યુઝિયમ" ભવ્ય વારસાનો ઈતિહાસ સંગ્રહીને બેઠું છે. આવાં સંગ્રહાલયોનો પ્રારંભ છઠ્ઠી સદીમાં થયો હતો. વોટશન મ્યુઝિયમ પણ જુંનામાં જુંનું સંગ્રહાલય છે.
વોટસન મ્યુઝિયમની સ્થાપના સન ૧૮૮૮માં રાજકોટમાં થઈ હતી. તેની સ્થાપના કર્નલ જ્હોન વોટશને કરી હતી. એક સમયમાં રાજકરણ ક્ષેત્રેથી સારી કામગીરી કરી ચૂકેલ કર્નલ વોટશન નિવૃત થતાં જ પોતે કરેલા વિવિધ ક્ષેત્રોમાં કાર્યની કાયમી યાદ જાળવી રાખવા માટે લોકફાળો એકત્રિત કરવા લાગ્યા.. એમાં એમને અનેક પ્રસ્તાવો આવ્યા. એમાંનો એક પ્રસ્તાવ સંગ્રહાલયનો પણ આવ્યો. ઈતિહાસ અને કલામાં રસ ધરાવતાં કર્નલ વોટશનને આ પ્રસ્તાવ પસંદ આવ્યો. તરત જ તેના પર કામ ચાલું કર્યું અને રાજકોટને એક અનન્ય ભેટ આપી.
http://ashvinrathods.blogspot.com/2020/05/mandvi-gujarat-tourism-knowledge.html
આમાં કર્નલ વોટશને પોતાની પાસે રહેલી અનન્ય કલાકૃતિઓ અને પુરાતત્ત્વીય ચીજોની ભેટ આપી. જેમ જેમ સમય ગયો તેમ તેમ તેની સમૃદ્ધિમાં પણ વધારો થતો ગયો. રાજકોટની મધ્યમાં જ્યુબિલી ગાર્ડનમાં આવેલું આ મ્યુઝિયમ રાજકોટનો ઈતિહાસ સંઘરીને બેઠું છે. સૌરાષ્ટ્રના સૌથી જુંના સંગ્રહાલયોમાં એમનો સમાવેશ થાય છે. વોટશન સંગ્રહાલયના ઈતિહાસથી આકર્ષાઈને એક અંગ્રેજ અફસરે સંશોધન કરીને એક આખું સંગ્રહાલય ઉભું કરી દિધું હતું. તેમાં બધી જ પુરાની વસ્તું રાખવામાં આવતી. મોહેં જો દરોના અવશેષો હોય કે પુરાણા સિક્કાઓ હોય બધું જ કાળજીપૂર્વક સચવાયેલું છે.
અમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને રાજાશાહી સયમની યાદ અપાવતો આ દરબાર આજેય એવી જ સજાવટ ધરાવે છે. અંદર પ્રવેશતા જ બ્રહ્માનું વિશાળકાય શિલ્પ નજરમાં આવે છે. અહિંથી જ વચ્ચેના ખંડમાં પ્રવેશ થાય છે. આમાં જુંના પુરાણા હથિયારો, માટીના તુટેલા ચુલાઓ, આભૂષણો આવેલા છે. ઐતિહાસિક ચિત્રો, ચાંદીના વરખવાળા સિંહાશનો, જુંની પુરાણી પેટીઓ અને ભારતની સંસ્કૃતિના અલગ અલગ સમયને ઉજાગર કરતા હસ્તચિત્રો પણ બેનમૂન છે. છત પર લટકતું ભવ્ય ઝુમ્મર અને લાકડાંનો કઠેડો સમગ્ર ખંડની શોભામાં વધારો કરે છે.
અહિં જેઠવા રાજધાની ઘુમલીના દશમી સદીના શિલ્પો આવેલા છે. જે અદ્દભૂત છે. અહિંયા ગુજરાતના સુર્યમંદિર અને પાટણ, સિદ્ધપુર તેમજ શિવ-પાર્વતીની સુખાસન મૂર્તિ જેવી અનેક મૂર્તિઓ આવેલી છે. સાથે અહિંયા ગુજરાતની જુંદી જુંદી કોમો દ્રારા વિકાસ પામેલી કેટલીક કલાઓ જેવી કે સાંકળી ટાંકાનું ભરત, આરી ભરત, ચાકળા અને લોકજીવનના વસ્ત્રો અને અલંકારોનું પ્રદર્શન જોવા મળે છે. તેમજ હાંથીદાંત, સુખડકામ, ધાતુપાત્રો અને થુંકદાની જેવા આકર્ષક સંગ્રહો આવેલાં છે.
આ ઉપરાંત સદીઓ પુરાણા તામ્રપત્રો અને હસ્તપ્રતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કલા રસિકો માટે એ જોવાલાયક છે. અહિં પાટણના પટોણા તેમજ કચ્છ અને જામનગરની બાંધણી, સેલા, ઘરચોળાં અને સુંદર સાડીઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આમાં વિવિધ કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ચિત્રો પણ આવેલા છે. ગ્લેડિયેટરની પ્રતિકૃતિ અને યુરોપિયન ચિત્રકારોએ તૈયાર કરેલા વિશાળ તેલચિત્રો વોટશન મ્યુઝિયમની ભવ્યતા દર્શાવે છે.
અહિંયા રાણી વિક્ટોરિયાની સુંદર પ્રતિકૃતિ આવેલી છે. એ શ્વેત આરસના પથ્થરમાંથી યુરોપિયન શૈલીમાં બનાવવામાં આવી છે. એક ખંડમાં ધાતુના શિલ્પો અને ચલણી સિક્કાઓ રાખવામાં આવ્યાં છે. ભારતના સમગ્ર પ્રાંતના ૧૬મી સદીથી ૧૯મી સદી સુધીના ધાતુના શિલ્પો આવેલા છે.
વોટશન મ્યુઝિયમમાં સંગીતની ચીજવસ્તુઓનો એક ખંડ રાખવામાં આવ્યો છે. અહિં પ્રાચિન ઢોલ, શરણાઈ, ભવાઈના ભૂંગા, પાવા, મોરચંગ, સારંગી, સિતાર, તંબુર, ડાકલું જેવા કદી ના જોયા હોય એવા વાદ્યો રાખવામાં આવ્યા છે. જે વિસરાઈ ગયેલી સંસ્કૃતિને જીવંત કરે છે. તેની સાથોસાથ અહિં પક્ષીઓની અલંકૃત કલાકારી આલેખવામાં આવ્યા છે. તેમજ ભૂસ્તર શાસ્ત્રોના ખનિજોના નમુનાઓ અને સ્ફટિકોના ગુણાત્મક આલેખનો રાખવામાં આવ્યાં છે.
એકરીતે જોઈએ તો વોટશન મ્યુઝિયમમાં ભારતના લોકોની પુરાણી કલાસંસ્કૃતિ અને અમુલ્ય વારસાની જાળવણીનું કામ કર્યુ છે. આથી લોકોને કલાનું સંરક્ષણ અને જાળવણી કરવા માટે રસ ન પડતો હોય તો પણ જોવા જવું જોઈએ.
અન્ય પિક્ચર -
વાચક મિત્રો, તમને અમારી પોસ્ટ કેવી લાગે છે. તેના વિશે ટિપ્પણી કરો.
આ પણ જુઓ -
- વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો