પોસ્ટ્સ

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા...

૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો.

છબી
૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આજે આપણે ઐતિહાસિક વિરાસત "રાણકી વાવ"ની વાત કરીશું.અદ્દભૂત કલાત્મક વારસો ધરાવતી રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. ઐતિહાસિક દ્રષ્ટીએ ખૂબજ સુંદર છે. આએક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશનાં હજારો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. રાણકી વાવની સ્થાપના રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં બંધાવી હતી. ભીમદેવ સોલંકી મૂળરાજ સોલંકીનો પુત્ર હતો અને રાણી ઉદયમતિ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા'ખેંગારની પુત્રી હતી. વાવ ઈ.સ.1063 માં બાંધવામાં આવી હતી. સરસ્વતિ નદીને કાંઠે બાંધવામાં આવી હતી. રાણકીવાવ સદીઓ પહેલા સરસ્વતિ નદીમાં આવેલા પૂર અને બીજી ઘટનાઓથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. તેથી જમીનમાં દટાયેલી આ વાવ ઉપર કોઈની નજર ના પડી. પરંતુ ૨૦મી સદી સુધી લોકોની નજરોથી દુર રહેલી આ વાવ પર ભારતીય પુરાતત્ત્વ વિભાગની નજર પડી. ભ...

શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?

છબી
શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ? ગીર અભયારણ્ય ભારતનાં સૌથી જુના અભયારણ્ય માનું એક છે. આમ તો તમે ઘણા અભયારણ્ય જોયા હશે. પરંતુ ગીર અભયારણ્યની ખાસિયત એ છે કે ત્યાં એશિયાઈ સિંહ જોવા મળે છે. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગુજરાત રાજવારા એશિયાઇ સિંહ, પેન્થેરા લિયો પર્સીકાના છેલ્લું બાકીનું નિવાસસ્થાન છે.  ગીર અભયારણ્યની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે ...

લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય.

છબી
લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય. આજે આપણે વડોદરાના ગાયકવાડ રાજવંશના મહેલ વિશે વાત કરવાના છીએ.કે જેને જોઈને આંખો પહોળી  થઈ જાય છે. આ મહેલનું નામ છે "લક્ષ્મી વિલાસ પેલૅસ" જેની ભવ્યતા વડોદરાના ગાયકવાડ વંશની યાદ અપાવે છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી. મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આ...