પોસ્ટ્સ

પોસ્ટ

ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ.

છબી
ભારતની એકમાત્ર નદી કે જેની પરિક્રમા કરવામાં આવે છે "નમામિ દેવી નર્મદા" વિશે જાણવા જેવુ. ભારતીય લોકજીવનમાં આદિ કાળથી નદીઓનું મહત્ત્વ રહેલું છે. લોકો વર્ષોથી નદીઓની પુજા કરતા આવ્યા છે. ભારતીય લોકજીવનમાં એમનું અનેરુ સ્થાન રહેલું છે. લોકો નદીની પુજા, તપસ્યા, ધાર્મિક વિધિ વગેરે કાર્ય સાથે સંકળાયેલી છે. આજે આપણે ભારતની પવિત્ર નદીઓમાં સ્થાન પામતી નર્મદા નદીની વાત કરવાની છે. નર્મદા ગુજરાતની જીવાદોરી ગણાય છે. ગંગા નદી પછી પવિત્ર નદી નર્મદા નદી ગણાય છે. નર્મદા નદી ભારતના મધ્ય ભાગમાં આવેલી છે. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નિકળે છે.  સાતપુડા પર્વતમાળામાં આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા પહેલા મહારાષ્ટ્રમાં થોડાક અંતરે વહે છે. અંતમાં ભરુચ નજીક ખંભાતના અખાતને મળે છે. નર્મદા નદીની કેટલીક ખાસિયતો છે. • નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. • મધ્ય પ્રદેશ અને મહા
છબી
ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજકોટનું વોટશન મ્યુઝિયમ. કોઈ પણ દેશની સાંસ્કૃતિક વારસો સાચવવાનું કામ સંગ્રહાલયો કરે છે. સંગ્રહાલય એ દેશની ભવ્યતાને જાળવી રાખવાનું કામ કરે છે. માનવી શરૂઆતથી જ તેનો સાંસ્કૃતિક વારસો સાચવતો આવ્યો છે. આ સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીને પોતાના અમુલ્ય વારસાના દર્શન કરાવે છે. આવાં અમુલ્ય વારસાની જાળવણી વર્ષોથી આપણા અનેક સંગ્રહાલયોમાં થઈ રહી છે. એવાં જ સંગ્રહાલયોમાં ગુજરાતના રાજકોટમાં આવેલા "વોટશન મ્યુઝિયમ" ભવ્ય વારસાનો ઈતિહાસ સંગ્રહીને બેઠું છે. આવાં સંગ્રહાલયોનો પ્રારંભ છઠ્ઠી સદીમાં થયો હતો. વોટશન મ્યુઝિયમ પણ જુંનામાં જુંનું સંગ્રહાલય છે. વોટસન મ્યુઝિયમની સ્થાપના સન ૧૮૮૮માં રાજકોટમાં થઈ હતી. તેની સ્થાપના કર્નલ જ્હોન વોટશને કરી હતી. એક સમયમાં રાજકરણ ક્ષેત્રેથી સારી કામગીરી કરી  ચૂકેલ કર્નલ વોટશન નિવૃત થતાં જ પોતે કરેલા વિવિધ ક્ષેત્રોમાં કાર્યની કાયમી યાદ જાળવી રાખવા માટે લોકફાળો એકત્રિત કરવા લાગ્યા.. એમાં એમને અનેક પ્રસ્તાવો આવ્યા. એમાંનો એક પ્રસ્તાવ  સંગ્રહાલયનો પણ આવ્યો. ઈતિહાસ અને કલામાં રસ ધરાવતાં કર્નલ વોટશનને આ પ્રસ્તાવ પસંદ આવ્યો. તરત જ

વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાવો.

છબી
વેકેશનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો  "માંડવી (કચ્છ)" જોવા એકવાર જરુર જાઓ. માંડવીનો દરિયાકિનારો આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે. પરંતુ ઘણા સ્થળો ઓછા જાણીતા છે જેને લીધે ત્યાં ઓછા લોકો ફરવા જાય છે. આજે આપણે એવા શહેરની વાત કરવાની છે જેનું ઐતિહાસિક દ્ર્રષ્ટીએ ઘણું મહત્ત્વનું છે. એ ભારતનું ખુબ જ પુરાણું બંદર છે. માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી બીચ માંડવી  જિલ્લા મુખ્યમથક ભુજથી લગભગ ૬૦ કિ.મી.ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. માંડવી એના વહાણવટા માટે પણ પ્રખ્યાત છે. માંડવીમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. ઐતિહાસિક મહેલ, ખુબ જ રમણિય બીચ, મંદિરો, ક્રાંતિતિર્થ વગેરે સ્થળો આવેલા છે. માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ

૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો.

છબી
૧૦૦ રુપિયાની નોટમાં જેને સ્થાન આપવામાં આવ્યુ છે તે "રાણકીવાવ" વિશે જાણો. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. આજે આપણે ઐતિહાસિક વિરાસત "રાણકી વાવ"ની વાત કરીશું.અદ્દભૂત કલાત્મક વારસો ધરાવતી રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે. ઐતિહાસિક દ્રષ્ટીએ ખૂબજ સુંદર છે. આએક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશનાં હજારો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાતે આવે છે. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. રાણકી વાવની સ્થાપના રાણી ઉદયમતીએ પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં બંધાવી હતી. ભીમદેવ સોલંકી મૂળરાજ સોલંકીનો પુત્ર હતો અને રાણી ઉદયમતિ જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા'ખેંગારની પુત્રી હતી. વાવ ઈ.સ.1063 માં બાંધવામાં આવી હતી. સરસ્વતિ નદીને કાંઠે બાંધવામાં આવી હતી. રાણકીવાવ સદીઓ પહેલા સરસ્વતિ નદીમાં આવેલા પૂર અને બીજી ઘટનાઓથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. તેથી જમીનમાં દટાયેલી આ વાવ ઉપર કોઈની નજર ના પડી. પરંતુ ૨૦મી સદી સુધી લોકોની નજરોથી દુર રહેલી આ વાવ પર ભારતીય પુરાતત્ત્વ વિભાગની નજર પડી. ભ

શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ?

છબી
શું તમે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ "ગીરનું અભયારણ્ય" જોયું છે ? ગીર અભયારણ્ય ભારતનાં સૌથી જુના અભયારણ્ય માનું એક છે. આમ તો તમે ઘણા અભયારણ્ય જોયા હશે. પરંતુ ગીર અભયારણ્યની ખાસિયત એ છે કે ત્યાં એશિયાઈ સિંહ જોવા મળે છે. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગુજરાત રાજવારા એશિયાઇ સિંહ, પેન્થેરા લિયો પર્સીકાના છેલ્લું બાકીનું નિવાસસ્થાન છે.  ગીર અભયારણ્યની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. આ એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે

લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય.

છબી
લક્ષ્મી વિલાસ પેલૅસ, વડોદરા જેની ભવ્યતા જોઈને આંખો પહોળી થઈ જાય. આજે આપણે વડોદરાના ગાયકવાડ રાજવંશના મહેલ વિશે વાત કરવાના છીએ.કે જેને જોઈને આંખો પહોળી  થઈ જાય છે. આ મહેલનું નામ છે "લક્ષ્મી વિલાસ પેલૅસ" જેની ભવ્યતા વડોદરાના ગાયકવાડ વંશની યાદ અપાવે છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી. મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે. 1890માં 1,80,000 ગ્રેટ બ્રિટન પાઉન્ડના ખર્ચે લક્ષ્મી વિલાસ પેલેસ તૈયાર કરાયો હતો. આ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આ